The community support at Tharad has bloomed in form of the trees…

Plantation of 6000 trees at the Tharad Graveyard

“Bahen, we want to plant and raise trees at our graveyard!” Tharad‘s Hanifbhai called to share their collective intent. Such calls are always music to my ears.

Later, we made a site visit to comprehend the work involved. It is a vast graveyard that could easily host 6000 plus trees. Hanifbhai and others contributed wholeheartedly to cleaning and fencing the site and drilling a borewell for the water required to raise the to-be-planted trees. Apart from these, the group also contributed to our remuneration to the Vriksh Mitra. The collective efforts led to the plantation of 6000 trees at the graveyard.

Hanifbhai and the group replaced the trees that did not take root, not once did they tell us to bring replacements or come complaining. Apart from it, they also voluntarily spent on miscellaneous expenses that popped up at regular intervals. Any community-supported work flourishes only when we take ownership; it is not ideal to depend on the government or others to accomplish little needs; one can never reach desired goals with such an attitude.

This year we have carried out tree plantation drives at numerous villages but have yet to come across anyone like Hanifbhai and his team, who are proactive toward raising trees. Achvadiya is one such village; we are growing 7000 trees here. However, the community never calls us up for any minor issues. So are the villages of Surana, Mandla, Makhanu, Dama, Ludra, Bepun, etc.

If each village takes up the responsibility, we can significantly increase our work’s efficiency. VSSM wishes to plant a maximum number of trees next year; if you are one of those supportive community do get in touch with us.

અમારા કબ્રસ્તાનમાં વૃક્ષો વાવી ઉછેરવા છે બેન…થરાદથી હનીફભાઈનો ફોન આવ્યો.  અમને તો ભાવતુ’તુ ને વૈદે કીધા જેવું થયું. એ પછી કબ્રસ્તાનની મુલાકાત લીધી. બહુ મોટુ કબ્રસ્તાન 6000 થી વૃક્ષો આવી જાય એવું.હનીફભાઈ અને અન્ય સ્વજનોએ પણ પૂરી ભાગીદારી દાખવી. સ્મશાનમાં સફાઈ કરવાથી લઈને દિવાલ, દિવાલ પર ફ્રેન્સીંગ, પાણી માટે બોરવેલ એમણે બનાવી આપ્યો. સાથે વૃક્ષમિત્રને અમે જે પગાર આપીયે તેમાં એ લોકોએ પોતે પણ ચોક્કસ રકમનો ઉમેરે. આ કાર્ય માટે અમને અમારા ડો. અલીમ અદાતિયાએ મદદ કરી. આમ સહિયારા પ્રયાસથી કબ્રસ્તાનમાં 6000 થી વધુ વૃક્ષો વાવ્યા.

વાવેલા વૃક્ષોમાંથી વૃક્ષો બળ્યા તો એમણે અમને બીજા વાવોનું ન કહ્યું જાતે જઈને નવા ખરીદી આવ્યા. એ સિવાય નાનો મોટો ખર્ચ પણ એ લોકો પોતાની રીતે કરી લે.

પોતાનું છે એમ માની રસ લઈને કામ કરીએ તો કામ સફળ જરૃર થાય. પણ નાની નાની વાતોમાં સરકાર કે અન્ય પર આધારિત રહીએ તો ઈચ્છીત પરિણામ સુધી ન પહોંચાય.

અમે આ વર્ષે ઘણી જગ્યાએ વૃક્ષો વાવ્યા પણ હનીફભાઈની ટીમ જેવા વ્યક્તિઓ ઘણા ઓછા મળ્યા જે અમારી સાથે પોતે પણ વૃક્ષો ઉછેરવા મથે… અછવાડિયા અમારુ એવું જ ગામ.. 7000થી વૃક્ષો ત્યાં ઉછરે. સફાઈ માટે કે અન્ય જરૃરિયાત માટે ગામ એમને ફોન ન કરે. આવુ જ સુરાણા, માંડલા, મખાણુ,દામા, લુદ્રા બેણપ વગેરે ગામોનું પણ ખરુ…બસ આવી રીતે દરેક ગામ પોતાની જવાબદારી સમજી લે તો કેટલું સરસ થઈ જાય… આવતા વર્ષ માટે વધારે વૃક્ષો વાવવા છે બસ જેમને ભાગીદારી સાથે કાર્ય કરવામાં રસ હોય તે સંપર્ક જરૃર કરે.

#MittalPatel #VSSM

Tharad Tree Plantation Site
Mittal Patel meets Hanifbhai and his team at Tharad Tree Plantation Site
Tharad site before Tree Plantation site

 

VSSM’s tree plantation programme is successful with remarkable participation of the village…

Mittal Patel meets local leaders of Morali at the village crematorium

In its urgency to plant and raise trees, VSSM, in partnership with the local community and forest department in some instances, has planted 4,92,000 trees in Banaskantha. The effort does not stop at planting trees; we also ensure each tree is looked after to grow into a healthy tree. It is a delight to witness rising awareness amongst the rural communities who now take proactive steps towards tree plantation.

The Sarpanch of Morali village had been requesting to carry out a tree plantation; the community had cleaned the land and created a water facility. As a result, we decided to plant 7000 trees and made pits for it, but now that the rains are gone, we will first install a drip irrigation facility before proceeding with the plantation.

We are grateful to Shri Partulbhai Shroff of the Dr. K. R. Shroff Foundation for supporting the tree plantation at Morali village. And a deep appreciation for the Sarpanch of the village for his awareness and proactiveness. We hope each village’s local leadership and community portrays such enthusiasm and plans to raise a minimum of 15000 trees in their respective village. I am sure Banaskantha will go back to its greener times, and rains, too, will have no choice but to shower its blessings across the region.

The image is of our meeting with local leaders of Morali at the village crematorium, the plantation spot.  VSSM‘s Naranbhai, Maheshbhai, and others play a crucial role in increasing awareness and need for this tree plantation campaign.

વૃક્ષો ઉછેરવાની તત્પરતા..બનાસકાંઠામાં અમે કુલ 4,92,000 વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરના સંકલ્પ સાથે..લોકો હવે વૃક્ષો પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અનો રાજીપો..મોરીલાગામના સરપંચ પોતાના ગામની સ્મશાનભૂમીમાં વૃક્ષો ઉછેરવા વારંવાર કહ્યા કરે. એમણે સરસ સફાઈ પણ કરી આપી..ગામનો ઉત્સાહ સરસ વળી પાણીની સગવડ પણ કરી આપી. આમ અમે 7000 થી વૃક્ષો વાવવાનું ત્યાં નક્કી કર્યું અને ખાડા થઈ ગયા. વરસાદ ગયો એટલે એમ જ વાવવાનું નહીં કરીએ. પ્રથમ ડ્રીપ કરીને પછી વૃક્ષો વાવવાનું આયોજન કરીશું..

મોરીલામાં વૃક્ષો ઉછેરવા માટે અમને ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશને મદદ કરી. પ્રિય પ્રતુલભાઈ શ્રોફનો ઘણો આભાર. સાથે ગામે પણ તત્પરતા દાખવી એ માટે ગામનો ને જાગૃત સરપંચનો આભાર..બસ દરેક ગામ આવી રીતે જાગૃત થાય ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 15,000 થી વધુ વૃક્ષો વાવી જંગલો ઊભા કરે તો બનાસકાંઠો હરિયાળો થશે ને પછી વરસાદને પણ પડવા મજબૂર થવું પડશે..

મોરીલાનું સ્મશાન જ્યાં અમે વૃક્ષો વાવી ઉછેરવાના તે તેમજ ગામના વડિલો સાથે ચાય પે ચર્ચા….અમારા કાર્યકર નારણભાઈ, મહેશભાઈ અને અન્યની ભૂમિકા પણ મહત્વની તેઓ ગામોને વૃક્ષો માટે તૈયાર કરે..

#MittalPatel #vssm

Mittal Patel, VSSM’s Coordinator Naranbhai , Maheshbhai and others play crucial role for our tree plantation program
Morali Tree Plantation Site

The villagers of Achvadiya have not just made their life better but also brought well-being to the lives of numerous other beings…

Mittal Patel visits Sanjeev Upvan at Achvadiya crematorium

It is believed crematoriums are home to ghosts and evil spirits and hence should never be entered, but now people come for picnics at the crematorium of our village!

The crematorium of Achvadiya village of Banaskantha’s Diyodar block was heavily infested with gaando baval trees. The village community decides to remove those, plant valuable trees, and turn the crematorium into a green oasis. They came together and incurred the cost of cleaning and fencing the site with barbed wire and boundary wall.

The barbed wire fencing was costing a little more than the community could mobilize, hence we contributed a part of it along with procuring and planting trees, setting up the drip irrigation system, and appointing a vriksh mitra, a person to care for and nurture the trees. The result of these combined efforts of the villagers and support from our respected Shri Krishnakant Mehta and Indira Mehta has been the creation of Sanjeev Upvan with the plantation of 7500 trees at Achvadiya crematorium.

“Ben, the crematorium comes alive with bird songs by numerous bird species living on and around the trees at the crematorium. Apart from the birds, snakes, mongoose, and hare have also made this woodland their home,” families living around Achvadiya shared.

The villagers of Achvadiya have not just made their life better but also brought well-being to the lives of numerous other beings. We are sure mother Earth and Almighty will be showering their blessings for this act of kindness.

If each village chooses to do its bit towards giving back to nature and raise 15000 to 20000 trees around their town, it would sure change the natural landscape for good.

Let us create an understanding, share a bit of our income, contribute to nature’s favourite jobs, and provide our Earth with a greener future.

‘સ્મશાનમાં ભૂત પલીત વસે એવું સૌ માને એટલે કારણ વગર સ્મશાનમાં કોઈ પગ ન મુકે.. પણ હવે અમારા સ્મશાનમાં લોકો પીકનીક કરવા આવે છે’

વાત છે બનાસકાંઠાના દિયોદરના અછવાડિયાની. ગામનું સ્મશાન ગાંડાબાવળથી ભરેલું. ગામના લોકોએ ભેગા મળીને સ્મશાનને અન્ય વૃક્ષોથી હરિયાળુ કરવાનું નક્કી કર્યું ને એ માટે સફાઈ, તારની વાડ, દિવાલ વગેરે માટે ગામે સારો એવો ખર્ચ કર્યો.

તારની વાડમાં થોડો ખર્ચ કરવો પડે એમ હતો એમાં અમે મદદ કરી,સાથે વૃક્ષો લાવી ખાડા કરી વાવવાનું, ડ્રીપથી પાણી આપવાનું ને વૃક્ષોને સાચવવા વૃક્ષમિત્રોને પગાર આપવાનું અમે કર્યું. જેના લીધે સ્મશાનમાં 7500 થી વધુ વૃક્ષો અમે અમારા પ્રિય આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ઈન્દિરા મહેતા તેમજ ગ્રામજનોની મદદથી વાવ્યા.

આમ સહિયારા પ્રયાસથી સંજીવ ગ્રામવન(ઉપવન) ત્યાં ઊભુ થયું.

અછવાડિયા આસપાસના ગામના લોકો કહે, ‘બેન સાંજના અછવાડિયાના સ્મશાનમાં જઈએ તો પક્ષીઓનો કિલ્લોલ સંભળાય. હજારો જીવો ત્યાં રહેતા થઈ ગયા. સસલા, સાપ, નોળિયા, મોરના ઘણા પરિવારો ત્યાં વસવા માંડ્યા.’

ટૂંકમાં અછવાડિયાના લોકોએ પોતાની સાથે અન્ય કેટલાય જીવોને આશરો આપ્યો. તેમના આ માનવતાભર્યા કાર્યને જોઈને મા ધરતી અને ઈશ્વર બેઉ રાજી થતા હશે..

દરેક ગામ આવું સમજણું થઈ જાય ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 15000 થી 20,000 વૃક્ષો ઉછેરે તો ગામનું વાતાવરણ બદલાઈ જાય..

બસ સૌ સમજણ કેળવીએ ને ધરતીને હરિયાળી કરવા કુદરતના ગમતા આ કાર્ય માટે આપણી કમાણીમાંથી થોડું બાજુએ કાઢીએ…

#MittalPatel #VSSM #TreePlantationDrive

Achavdiya tree plantation site
Mittal Patel discusses tree plantation with the villagers
Sanjeev Upvan with the plantation of 7500 trees
Achavdiya tree plantation site