Water management work in Bhalicha receives great support from the youth…

Mittal Patel discusses Water Management with the villagers

Almost four years ago, VSSM initiated Participatory Water Management efforts in Banaskantha. 117 community lakes are deepened so far. Amitbhai Joshi is a well informed and aware citizen residing in Banaskantha’s Bhachli village. On learning of VSSM’s initiative, he invited us for the same in his village.

As the name of this initiative suggests, the first precondition to launching any lake deepening initiative is community participation. VSSM bears the cost of JCB expenses, rest all the costs including contributions by individual households, have to be borne by the village community. The funds collected from the families are to be used for the upkeeping of the deepened lakes. However, despite of the fact that these efforts obviously benefited the village,  many villages do not agree to this preconditions. Even if the village leadership agrees to raise Rs. 500 from each house, it will add up to be a substantial collection. But the leaders remain reluctant to do even that.

But not the village of Bhalicha.

Mittal Patel visits Water Management site for lake deepening with the villagers

A joint meeting with village elders and youth was organised at the Ram temple premises. To our surprise, there were no questions raised when we shared the preconditions and the need to collect contribution. “It will be done!!” Amitbhai and other youth spoke in unison. We were elated to find such young men who are prepared to work proactively for the development of their village.

The Sardar Sarovar Canal remains in the vicinity to Bhalicha, it the canal overflows the water may spill over into the lake, but as a result of neglect of years the lake has become extremely shallow, there is no scope for water to accumulate. If efforts were made to deepen it, there was the potential of collecting more water and benefiting the farmers. It would enable the farmers to take all three seasons. Like everywhere else in Banaskantha, water scarcity has triggered migration from Bhalicha too. Since the arrival of Sardar Sarovar canal, many have returned and agriculture is flourishing. If all three lakes of Bhalicha were to deepened, the village is bound to prosper.

Lake before digging
Water Management site

The Gando Bawal/Prosopis juliflora or the Mad ZTree dominates the landscape around Bhalicha, we also proposed tree plantation drive in the village. The youth is prepared but that needs to be firmed up well. The lake will be deepened for sure.

The images share glimpses of the meeting we had at Bhalicha and the village lake we plan to deepen.

બનાસકાંઠાનું ભાચલીગામ..

ગામના યુવાન અમીતભાઈ જોષી બહુ જાગૃત..

બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું અભીયાન અમે છેલ્લા ચાર વર્ષથી ચલાવીએ. અત્યાર સુધી 117 તળાવો અમે ઊંડા કર્યા. આ અંગે અમીતભાઈને ખ્યાલ આવ્યો ને એમણે ભાચલીમાં આ કાર્ય માટે અમને નિમંત્રણ આપ્યું.

અમારી શરત લોકભાગીદારીની..

તળાવ ખોદકામ માટે જેસીબી અમારુ, બાકી માટી ગામલોકો ઉપાડે ને શક્ય નાનકડો ફાળો પણ ગામલોકો આપે જે તળાવ ખોદવામાં જ વપરાય. પણ ઘણા ગામો આ ફાળા માટે તૈયાર ન થાય.. મને ખુબ નવાઈ લાગે.. શું કામ આપણા પોતાના ભલા માટે આમ તો ચોખ્ખા દેખાતા ફાયદા માટે ગામલોકો તૈયાર નથી થતી? ગામ આખુ ભેગુ થઈને ઘર દીઠ 500 ઉધરાવે તોય સારી એવી રકમ એકત્રીત થઈ જાય.. પણ આ દિશામાં આપણે બધા બહુ મોળા છીએ…

પણ ભાચલી નોખુ..

ગામના રામજીમંદિરમાં ગામના યુવાનો ને વડિલો સાથે બેઠક થઈ ને એમાં ભાગીદારીની વાત કરી. અમારા આશ્ચર્ય વચ્ચે કોઈએ સામે એકેય સવાલ કર્યો નહીં. એ થઈ જશે બેન… એવો અમીતભાઈ ને અન્ય મિત્રોનો સૂર.. પોતાના ગામના વિકાસ માટે આવો ઉત્સાહ દાખવનાર આવા મિત્રોને મળીને રાજીપો થયો..

ભાચલીની નજીક નર્મદા કેનાલ જાય. કેનાલ ઓવરફ્લો થાય એટલે એક તળાવમાં પાણી ભરાય પણ આ તળાવ ગળાયે વર્ષો થઈ ગઈ ગયેલા. તળાવ તદન છીછરુ. જો ગળાય તો વધુ પાણી સમાય ને લોકો ખેતીની ત્રણેય સીઝન લઈ શકે..

એક વખતે પાણીના અભાવે ગામના મહત્તમ લોકોએ સ્થળાંતર કરેલું. પણ પાણી આવતા ઘણા લોકો ગામમાં પરત આવ્યા ને ખેતી અને પુશપાલન કરવા માંડ્યા. ગામના ત્રણેક તળાવ ગળાય ને એમાં પાણી ભરાય તો ગામની સમૃદ્ધીમાં ઘણો વધારો થાય.

આમ તો ગામમાં ને ગામના ચરામાં મહત્તમ બાવળ જોઈ શકાય. અમે આ બાવળની જગ્યાએ બીજા ઝાડ વાવવા માટેનું આયોજન પણ ગામની ભાગીદારીથી કરવા ગામના યુવાનોને કહ્યું. એ લોકોએ હાલ તો એ માટે પણ તૈયારી દર્શાવી છે. બાકી તળાવ તો સાથે મળીને ગાળીશું એ નક્કી…

ગામલોકો સાથે કરેલી બેઠક ને જે તળાવ ગાળવાના છે તેના ફોટો સમજવા ખાતર…

#MittalPatel #vssm #water

#watermanagement #savewater

#traditionalwater #groundwater

#rechargewater #Banaskantha

VSSM’s tree plantation programme is successful with remarkable contribution of the VrukshMitra…

Mittal Patel with VrukshMitra Amratji visits tree plantation site

‘Chhod ma Ranchhod’ (God is in nature around us), this statement is always spoken up repeatedly at any public programs of tree plantation. Yet, all of us who worship the Ranchodrai presiding in the temples, do we worship the trees around us as if God was living in them? Think about it!!

Trees are the best ornaments our mother earth adorns, it is these trees who bring rains to give us water, cleans the air we breathe. In this era of technological advances, we have forgotten to value its importance in our lives.

VSSM launched tree plantation drive in 2019. The results have been very encouraging. In 2020, the plantation drive was carried in many villages, that are now raising the planted trees very well.

One of these many villages is Soneth.

A tree plantation drive was carried at a crematorium used by the Thakor community.

A tree plantation drive was carried at a crematorium used by the Thakor community. Trees that would provide dense canopy were especially selected for the occasion. Amratji Thakor decided to become the mother of these trees. I have consciously related Amratji to a mother because the only mother can shower much love and affection on her children. Amratji is doing just that to the trees. Like a mother, he nurtures and cares for them, loves them. It is this affection that has resulted in 800 trees taking roots in this small space.

Amratji Thakor (VrukshMitra) nurtures the trees

We hope to find tree lovers like Amratji in other villages too, it is only such individuals who will ensure with the hard work that each planted sapling is raised well. Hope to find more villages with such dedicated tree-lovers because they have absorbed the essence of the phrase “Chod ma Ranchod’ very well.

Soneth’s sarpanch Shri P. R. Jadeja too assured all the necessary help to grow a forest on the holy land of this village. Sarpanch like him has been one of the reasons such drives have found favourable results.

Mittal Patel visits tree plantation site in Soneth village

VSSM Naranbhai plays a pivotal role in ensuring smooth implementation of our campaign from finding the right villages to right kind of people, he identifies them all with utmost care.

Thank you all for supporting this cause.

બનાસકાંઠાનું સોનેથ..

‘છોડમાં રણછોડ’ વૃક્ષારોપણના જાહેર કાર્યક્રમોમાં થતા ભાષણોમાં આ વાક્ય વારંવાર પ્રયોજાય.. પણ મંદિરમાં રણછોરાયની પુજા કરનાર આપણે દરેક છોડ – વૃક્ષમાં સ્વંયમ ભગવાનનો વાસ છે એ રીતે પુજીએ છીએ ખરા?વિચારજો…

ધરતી માનો શણગાર વૃક્ષો.. અને આ વૃક્ષો જ વરસાદ લાવવામાં, આપણને સ્વચ્છ હવા આપવામાં ઉપયોગી.  પણ ટેકનોલોજીના આ યુગમાં આપણે હવે એનો ઉછેર કરવાનું ભૂલતા જઈએ છીએ..

અમે વૃક્ષો ઉછેરવાનું અભીયાન 2019થી શરૃ કર્યું. સારુ પરિણામ મળ્યું. 2020માં અમે ઘણા ગામોમાં વૃક્ષો વાવ્યા. ને તેનો ઉછેર પણ કરી રહ્યા છીએ.

આ ઘણા ગમોમાંનું એક #સોનેથ..

સોનેથમાં ઠાકોર સમાજની સ્મશાન ભૂમીમાં ઘટાટોપ વૃક્ષારોપણ કર્યું. આ વૃક્ષોની મા બનવાનું સ્વીકાર્યું અમરતજી ઠાકોરે.. મા શબ્દ જાણી જોઈને પ્રયોજુ છું કારણ માની મમતા અપાર હોય.. અને અમરતજી પણ વૃક્ષો પર એવું જ વહાલ વરસાવે.. એટલે 800 ઉપરાંત વૃક્ષો આ નાનકડા સ્મશાનમાં સરસ ઊગી ગયા…

અમરતજી જેવા વૃક્ષપ્રેમી- વૃક્ષમિત્ર બીજા ગામમાં મળે તો એવા ગામોમાં પણ અમારે 2021માં વૃક્ષારોપણ કરવું છે…

બસ ગામો જાગે ને છોડમાં રણછોડવાળી વાતને સાચા અર્થમાં સમજે…

સોનેથના સરપંચ શ્રી પી.આર.જાડેજાએ પણ ગામની પવિત્ર ભૂમી પર વન ઊભુ કરવા અમને કહ્યું અને એ માટે જે મદદની જરૃર પડે એ મદદ માટે તત્પરતા પણ દર્શાવી… આવા જાગૃત સરપંચને મળીને રાજીપો પણ થાય..

અમારા કાર્યકર નારણભાઈની ભૂમિકા આ બધામાં મહત્વની. યોગ્ય જગ્યા ને માણસોની શોધખોળ કરવાનું એ બખૂબીથી નિભાવે.આપ સૌની ભાવનાને પ્રણામ…

#MittalPatel #vssm #TreePlantation

#tree #green #greenery #environment

#savetrees #saveearth #savelife

#pureair #PureEnvironment #gujarat

Remarkable attitude of the Sarpanch of Sutharnesdi village towards environment…

Mittal Patel visits water management site

Sutharnesdi village Sarpanch Dineshbhai is an enthusiastic human being. I had to spoke to him regarding the Bharathari families staying in the village. During the conversation, I could sense his aspiration to work towards the development of the village he led. Hence I very casually inquired, “Has the village lake deepened recently?” Well, these casual questions have become a habit these days.

“Ben, I have been thinking about it!” he had responded.

We were quick to grab this opportunity. We shared details of  VSSM’s participatory water management program.

“Ben, the village will contribute and so will I!” Such generous intention.

Under the lake deepening initiative, VSSM funds JCBB expenses for mud excavation, the village community needs to move the excavated soil through tractors and contribute in cash towards creating the maintenance fund. Sutharnesdi’s sarpanch and the community agreed to these clauses.

Ongoing Lake deepening work

We became a little more greedy once the community agreed to lake deepening. “We should also carry tree plantation drive in the village,” I suggested.

Dineshbhai agreed to that too.  Later we visited the lake to be deepened.

If the leadership of other villages are as proactive as Dineshbhai,  grassroots development will not remain a distant story!!

Mittal Patel meets Sarpanch and other villagers of Sutharnesdi village

 

Mittal Patel discusses Water Management and Tree Plantation with the villagers of Sutharnesdi village

#બનાસકાંઠાનું #સુથારનેસડી.. ગામના સરપંચ દિનેશભાઈ બહુ ઉત્સાહી

આમ તો દિનેશભાઈ સાથે મારી વાત ગામમાં રહેતા #ભરથરી પરિવારોના વસવાટને લઈને થયેલી..

પણ એ વાતચીતમાં એમનો ગામના વિકાસ માટેનો ભાવ પ્રબળ દેખાયો. તેમની આ લાગણી જોઈને તમારા ગામનું તળાવ ગળાયેલું છે? એવું સાહજિક પુછાઈ ગયેલું.. પેલું સુથારનું મન બાવળિયે એ કહેવાતની જેમ જ..

દિનેશભાઈએ કહ્યું, બેન તળાવ ગળાવવાની મારી ભાવના છે બસ પછી તો અમે તક ઝડપી લીધી.. લોકભાગીદારીથી તળાવ ગળાવવા બાબતની અમે વાત કરીને એમણે કહ્યું, બેન ગામ સહકાર આપશે વ્યક્તિગત હું પોતે પણ આપીશ…કેવી ઉમદા ભાવના..

અમે તળાવ ગાળીએ એટલે માટી ઉપાડવાનું કાર્ય ગામલોકોએ કરવાનું, જેસીબી અમે મુકીએ એ ઉપરાંત ગામલોકો યથાશક્તિ ફાળો ભેગો કરે જે ખોદકામમાં વપરાય એવી અમારી લાગણી..

સુથારનેસડીના સરપંચ અને ગ્રામજનોએ અમારી આ શરત સાથે તળાવ ગળાવવાની મંજૂરી આપી..

આ સહમતી પછી પાછી લાલચ વધી અમે કહ્યું, ગામમાં વૃક્ષારોપણ પણ કરીએ.. ને દિનેશભાઈને અન્ય સૌએ કહ્યું હા એ પણ કરીએ…એ પછી ગામનું જે તળાવ ગાળવાનું છે એ જોયું..

દરેક ગામ આ રીતે જાગે તો ગામોના વિકાસને ઝાઝી વાર ન લાગે…

#MittalPatel #vssm #water

#watermanagement #waterconservation

#Banaskantha #gujarat #savewater

It always brings immense joy and zeal when people join in the efforts and the efforts payoff so well…

Mittal Patel meets Amrabapa when he visited Golvi village

I happen to meet Amraa Bapa when I was at Banaskantha’s Golvi village recently. The clothes he adorned gave a glimpse into his love for greens and the care he takes for the planted trees. “You will have to come home today,” he insisted. His sons have decent jobs, are settled well. They also are into dairy farming.

“Everyone in the family asks me to leave all this and rest,  I have lived and worked for myself and my family. This is for others, for the greater good. Now I need to create a bank balance that will talk of my good deeds when I meet the Almighty. And the joy this work  brings is priceless.”

In 2019, on the insistence of its Sarpanch Dashrathbhai and tree-loving elder Dharmabhai we planted 1000 trees around its cricket ground. Amraabapa and Dhramabhai nurtured and raised the trees well.

Golvi Tree plantation site
Golvi Tree plantation site
VSSM planted 1000 trees around cricket ground in 2019

“If I had a room here, I will not need to go home. Just live here with these beautiful souls (trees) and care for them!”

Every village needs individuals like Amraabapa, Dharmabhai and leaders like Dashrathbhai who do everything in their power to ensure the village and its future generations benefit. Dashrathbhai not only spared land for plantation but also created irrigation facility for the trees. VSSM just supports Vriksh Mitra remuneration and pesticides when needed, rest it is the village’s responsibility to ensure the trees are well looked after.

It always brings immense joy and zeal when people join in the efforts and the efforts payoff so well.

We are grateful to all our well-wishers who have supported this cause.

The plan is to plant 1 lac trees this monsoon. Waiting for the villages to come forward with positivity and consent.

બનાસકાંઠાનું ગોલવી..

હમણાં ગોલવી ગઈ ત્યારે અમરા બાપા મળ્યા. મેલાં ઘેલાં કપડાંમાં વૃક્ષોની ખરા મનથી એ ચાકરી કરે. મને કહે, ‘આજે તો તમારે મારા ઘરે આવવું જ પડશે..’

એમના દીકરા સરસ જગ્યા એ નોકરી કરે. ઘરે દૂધાળાં ઢોર પણ ઘણા.

બાપા કહે, ‘મારા છોકરાં ને ઘરના બધા ના પાડે કે હવે મૂકો આ બધુ. પણ બેન હું તો પરમાર્થ માટે આ કરુ. પોતા માટે તો અત્યાર સુધી ઘણું જીવ્યા, ઘણું ભેગુંયે કર્યું પણ હવે વારો છે ઉપર જઈએ ત્યારે બતાવવાના બેંક બેલેન્સ ભેગું કરવાનો… અને આમાં જે આનંદ છે એનું કોઈ મુલ્ય નથી..’

કાકાએ સંસારનું સાચુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

ગોલવીમાં 2019માં અમે ગામના સરપંચ અને વૃક્ષપ્રેમી ધરમાભાઈના આગ્રહને કારણે વૃક્ષારોપણ કરેલું. ક્રિક્ટના મેદાનની ફરતે 1000 ઉપરાંત વૃક્ષો વાવ્યા ને ધર્માભાઈ ને અમરાબાપાના જતનથીએ વૃક્ષો સરસ ઉછર્યા.

બાપા કહે, ‘બેન તમે અહીંયા જ એક રૃમ બનાવી દ્યો ને તો મારે ઘેરેય શું કામ જવું. બસ કુદરતની વચ્ચે રહેવું અને આ જીવો(વૃક્ષો)ને સાચવવાના’

દરેક ગામોમાં આવા વૃક્ષપ્રેમી અમરાબાપા ને ધર્માભાઈની જરૃર છે. સાથે દશરથભાઈ જેવા સરપંચની પણ જેઓ વૃક્ષારોપણ માટે જગ્યાની સાથે સાથે પાણીની સગવડ ને તાર ફ્રેન્સીંગની વાડ કરી આપે.

અમે તો વૃક્ષમિત્રને તેમણે કરેલી વૃક્ષોની માવજતની સેવક સહાય , વૃક્ષો ને વૃક્ષોને જરૃરી દવા પૂરી પાડીએ. બાકી મુખ્ય જવાબદારી તો એમની જ.. સૌના સહિયારા પ્રયાસો રંગ લાવતા દેખાય ત્યારે કાર્ય કરવાનો ઉત્સાહ બમણો થઈ જાય..

આ કાર્યમાં સાથે આવેલા અને મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર..

આ જુનમાં 1 લાખ વૃક્ષ કરવા છે. ગામ સામેથી તૈયાર થાય એની રાહ છે બસ…

#MittalPatel #vssm

VSSM’s tree plantation programme is successful with remarkable participation of the village…

Mittal Patel with village elders who visited tree plantation site for supervision

Banaskantha’s Mudetha, a village drenched in the bhakti and spiritual activities promoted by Swadhyay Pariwar. It was not difficult to make them understand the value of tree around us. They live the phrase, ‘Chod ma Ranchod’/ God exists in trees and nature around us. As part of their Swadhyay endeavour, they already have a forest growing around their village boundary.

In 2019-20, awed by the village’s dedication towards raising trees, we proposed community-supported tree plantation drive in the village. The leadership agreed and we planted 650 trees around the village crematorium,  592 have already taken roots.

The trees at Mudetha crematorium
We planted 650 trees around the village crematorium, 592 have already taken roots.
Mudetha tree plantation site

Village elders like Nathakaka regularly visit the plantation site to ensure that the trees are cared and nurtured well.

“On my way to the crematorium.” Kaka jokes when people ask him where is he headed to. Kaka makes daily rounds of the plantation site at the crematorium to supervise the plantation site.

VSSM pays remuneration to Vruksh Mitra so that he performs his job responsibly. A Vruksh Mitra has been appointed at Mudetha as well.

In the picture – the trees at Mudetha crematorium and the village elders who visit the site for supervision.

We have planned a massive plantation drive at Banaskantha in June and July 2021. The plan is to plant 1 lac trees. This is a task which requires community participation.

We request everyone to join this noble deed.

બનાસકાંઠાનું #મુડેઠા..

પાંડુરંગદાદાએ શરૃ કરેલી સ્વાધ્યાય પ્રવૃતિથી રંગાયેલું ગામ.. છોડમાં રણછોડ એ વાત ગામમાં કોઈને શીખવવી ન પડે. સ્વાધ્યાય પ્રવૃતિથી પ્રેરાઈને ગામલોકોએ પોતાની મેળે પણ એક વન ઊભુ કર્યું.

ગામના સૌની વૃક્ષોના જતનની લગનને જોઈને એક જગ્યાએ ગામની ભાગીદારીથી વૃક્ષારોપણ કરવાની વાત અમે 2019 – 20માં ગામના સરપંચ સમક્ષ કરી અને ગામના સ્મશાનમાં અમે 650 જેટલાં વૃક્ષો વાવ્યા. જેમાંથી 592 વૃક્ષો સરસ થઈ ગયા.

ગામના નાથાકાકા જેવા વડિલો નિયમીત સ્મશાનની મુલાકાત લે અને ઝાડની માવજત બરાબર થઈ રહી છે કે નહીં તે પણ તપાસે. કાકા કહે,

‘હું ગામમાંથી નીકળતો હોવું ત્યારે ક્યારેક લોકો પુછે કે કાકા ચો હેંડ્યા ત્યારે હું કહેતો હોવું છું, મહોણિયે..’ કાકા આટલું કહી હસ્યા ને પછી કહ્યું, ‘

આમ તો બધાએ છેવટે તો અહીંયા જ આવવાનું છે ને… ‘

અમે વૃક્ષમિત્ર વાવેલા ઝાડના જતન માટે રાખ્યા છે. જેમને માસીક સેવક સહાય આપીએ. જેથી એ ચોક્કસાઈ રાખી ઝાડને સાચવે.

ફોટોમાં મુડેઠાના સ્મશાનમાં થયેલા વૃક્ષો અને આ વૃક્ષોના હાલચાલ પુછવા નિયમીત સ્મશાનની મુલાકાત લેનાર વડિલો..

2021ના જુન, જુલાઈ મહિનામાં #બનાસકાંઠામાં 1 લાખ ઝાડ વાવવાનું આયોજન છે. પણ ગામની ભાગીદારી આ માટે જરૃરી.

સ્વાર્થ મુકીને પરમાર્થના આ કાર્ય માટે સૌ આગળ આવે એવી ભાવના…

#MittalPatel #vssm