VSSM in partnership with the patrons of Goushala, undertook a tree plantation drive in Geda village of Banaskantha…

Mittal Patel visits tree plantation site of Geda village

The much respected and revered Shri Pandurangdada had undertaken the mammoth task of nurturing Trees as God through Vruksha Mandir/ the idea of seeing God resides in Nature and more so in Trees (Vruksha).

VSSM has also launched itself in the same direction.

The is a village called Geda in Banaskantha where pilgrims throng in huge numbers to worship Hanumandada, the resident deity. Just next to the temple is a Goushala. One needs to see for self and understand how well they care for the cows here.

The volunteers at Goushala prepared the barbed wire fence for protecting the trees
The village made arrangements for drip-irrigation for the trees.

VSSM in partnership with the patrons of Goushala,undertook a  tree plantation drive at a vacant plot adjacent to the Goushala. The volunteers at Goushala prepared the barbed wire fence for protecting the trees while the village made arrangements for drip-irrigation for the trees.

Mittal Patel with VrukshaMitra Karshanbhai and others at tree plantation site

Unfortunate the long dry spell after plantation impaired some sapling from taking roots. The team approached us for new saplings.  Karshanbhai the Vruksha-Mitra was of the feeling that if he is appointed to look after a certain number of trees,  then that number should be complete.

This year we have decided to award Rs. 51,000 to the Vruksha Mitra who manages to nurture and raise the maximum number of trees planted during this year. The award will be given at the end of the year. Subabhai, who volunteers at Geda Goushala was quick to respond, “this prize is ours for sure!!”

The well-wishing volunteers of Goushala have made a small pond near the tree plantation area

The well-wishing volunteers of Goushala have made a small pond near the area plantation has been carried out so that they can capture all the water that falls around Goushala.  It is a beautiful symbiotic facility the well-wishing individuals of Goushala have created. If each village of Banaskantha showed such proactiveness like Geda village, Banaskantha would be green once again. The tree-covered earth would compel the rain gods to bless them every year. We must create such favourable conditions, it is our duty to do so.

The groundwaters at most regions are depleting at an alarming rate, irrigation has not reached these regions yet. Let us remain diligent and continue our efforts, doing what is within our means.

VSSM’s  Naranbhai and  Ishwarbhai’s constant efforts and hard work is bringing success to this campaign.

We are grateful to O2H Group for supporting the tree plantation drive in Geda.

પાંડુરંગદાદાએ વૃક્ષમંદિરો ઊભા કરવાનું ભગીરથ કાર્ય આરંભ્યું.

અમે પણ એ દિશામાં રતીભાર આગળ વધવાનું કર્યું..

બનાસકાંઠાનું ગેળાગામ જ્યાં હનુમાનદાદાના દર્શને દુર દુરથી લોકો આવે..

દાદાની નિશ્રામાં બજરંગ ગૌશાળા ચાલે.. આ ગૌશાળાની ગાયો જોઈને ગાયની કેવી ચાકરી થાય એનો અંદાજ આવે..

ગૌશાળાની એક વિશાળ જગ્યામાં વૃક્ષો વાવવાનું આયોજન ગૌશાળા સાથે સંકળાયેલા સૌ પ્રિયજનોએ કર્યું અને અમે એમાં ભાગીદાર બન્યા.

ગૌશાળાએ જમીન ઉપરાંત તારની વાડ, ઝાડને પાણી આપવા માટે ટપક પદ્ધતિની વ્યવસ્થા ગામે ગોઠવી..

અમે 3000 વૃક્ષો વાવ્યા અને વૃક્ષમિત્ર જે વૃક્ષોને ઉછેરે, સાચવે એમને માસીક સેવક સહાય આપવાનું કરીએ… વચમાં વરસાદ પડ્યો ને થોડા વૃક્ષો બળ્યા તો એમણે સામે ચાલીને નવા માંગ્યા. મૂળ 3000 તો થવા જ જોઈએ એવી ભાવના વૃક્ષમિત્ર કરશનભાઈની..

અમે આ વર્ષે જે જગ્યાઓ પર વૃક્ષો કર્યા તેમાંથી વર્ષના અંતે જ્યાં સૌથી સારા વૃક્ષો થયા હશે તે વૃક્ષ મિત્રને તેમની મહેનત માટે 51,000નો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. ગેળાની ગૌશાળામાં સેવા આપતા સુબાભાઈએ આ સાંભળ્યું કે તુરત એમણે કહ્યું એ ઈનામ તો અમારુ જ..

વૃક્ષો જ્યાં ઉછેરી રહ્યા છે એ જગ્યા પર એક સુંદર નાનકડી તલાવડી પણ ગૌશાળા સાથે સંક્ળાયેલા સ્નેહીજનોએ કરી છે. પેલી કહેવત ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં. એમ ગૌશાળાનું પાણી ગૌશાળાના આ તળાવમાં જાય..

એકદમ સુંદર અને સુઘડ વ્યવસ્થા ગૌશાળા સાથે સંકળાયેલા સ્નેહીજનોએ કરી છે.

વૃક્ષો માટે આટલો પ્રેમ દરેક ગામ દાખવે તો બનાસકાંઠો સુકો ન રહે..

વરસાદને પણ ધરતી મા પર પથરાયેલી લીલી ચાદર જોઈને વરસવા મજબૂર થવું પડે.. આ સ્થિતિ નિર્માણ થાય એ માટે સૌ કટીબદ્ધ થાય એ જરૃરી..

બાકી ઘણા વિસ્તારના તળ ખાલી થઈ રહ્યા છે.. અને કેનાલ ત્યાં પહોંચી નથી.. આમ આપણા હાથમાં જે છે એ કાર્ય થકી આપણી ધરતીને લીલુડી રાખવાનું કરીએ..

અમારા કાર્યકર નારણભાઈ, ઈશ્વરભાઈની સતત મહેનત અને દોડાદોડીના લીધે આ અભીયાન સફળ થઈ રહ્યુંછે..

o2h કંપનીએ ગેળામાં વૃક્ષો ઉછેરવા મદદ કરી એ માટે આભારી છીએ…

#MittalPatel #VSSM #Treeplantation

#Greencover #increasegreencover

#missiontreeplantation #treelover

#vrukshmitra #bettertomorrow

#enviorment #pureair #oxygen

#greenvillage #Banaskantha

The Lavana community and its leaders aspire to make it an ideal village, we too have begun dreaming for the same…

Mittal Patel with the sarpanch and other leaders who have pledged to make Lavana a green village

Lavana is one of my favourite villages.

The village puts aside its differences when it comes to matters relating to the growth and development of the village, is one of the reasons it is my favourite village. And also overwhelming is the understanding and wisdom of its Sarpanch Ramabhai who never says no to undertaking any progressive activity.

“Lavana has a vast expanse of open land, can we plant 10,000 trees there?” we asked Ramabhai.

“Sure Didi we can!” he responded immediately. Not wasting a moment, Ramabhai geared up the community to level and repair 18 acres of land. They also build the barbed wire fence around it. I have travelled across many villages and know the leaders too it is difficult to find leaders like Ramabhai for whom at the core is the welfare of the village and its inhabitants.

12,500 native trees were planted on three sites in Lavana village. Village school teacher Hirabhai and his entire family joined the plantation drive, Hirabhai’s two brothers have been appointed as Vruksha-Mitra.

12,500 native trees were planted on three sites in Lavana village

Dudabhai Rajput and Bhalabhai Chauhan actively supported the Ramabhai in his efforts. “We will always join hands and support the Sarpanch in matters of development,” said leader T. P. Rajput.

The expanse of land to be watered is huge hence, drip irrigation seemed the best possible option. We requested T. P. Rajput and community leaders to come forward to support. The Lavana community and its leaders aspire to make it an ideal village, we too have begun dreaming for the same.

It has been anticipated that Laakni and Lavana will experience severe water scarcities in coming times. Not only has the underground water table depleted, but the quality of water has deteriorated as well.

Mittal Patel with Hirabhai and his family who poured in immense efforts in the plantation drive
Village school teacher Hirabhai and his entire family joined the plantation drive

We are going to try our best not only to ensure that the rainwater is captured, stored but also that the waters of Narmada reach in this region. However, we also need to comprehend the role of trees in bringing rains and conserving the groundwater tables. Therefore, it is perennial we must plant and raise trees. As many as we can.

In the picture. Hirabhai and his family who poured in immense efforts in the plantation drive. Later, they also hosted and fed us with
much love. The other images are of Sarpanch and other leaders who have pledged to make Lavana a green village.

લવાણા મને ગમતું ગામ..

ગમવાનું મુખ્ય કારણ ગામના વિકાસ કાર્યો માટેની વાત આવે કે આખુ ગામ તમામ વિખવાદો મુકીને એક થઈ જાય…આ વાત મને સૌથી વધુ રુચી..

સરપંચ રામાભાઈ રાજપૂતની સમજણ પર તો ઓવારી જવાય. ક્યાંય કોઈ ચીજ માટે ના નહીં.

‘લવાણામાં ઘણી ખુલ્લી જગ્યા પડી છે. આપણે ત્યાં 10,000 ઝાડ કરી શકીએ? ‘ એવું રામાભાઈને પુછ્યું ને એમણે કહ્યું,

‘જી દીદી થઈ શકે’ એવું કહ્યું.

અમારી વાત થયા પછી તુરત એમણે કામ ચાલુ કરી દીધું. લગભગ 18 એકર જમીન એમણે ગામના સહકારથી સરખી કરી ને તાર ફ્રેન્સીંગથી એને કવર કરી

ગામના કલ્યાણની આવી ભાવના દરેક સરપંચમાં નથી હોતી જે મે રામાભાઈમાં જોઈ..

લવાણાની ત્રણ સાઈટ પર અમે 12,500 ઝાડ એ પણ આપણા અસલ લાવીને વાવ્યા.

ઝાડ વાવવામાં ગામના શિક્ષક હીરાભાઈનો આખો પરિવાર જોડાયો. એ પછી વૃક્ષમિત્ર તરીકે પણ હીરાભાઈના બે ભાઈઓએ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી લીધી.

રામાભાઈને આ કાર્યમાં સક્રિય સહયોગ દુદાભાઈ રાજપૂત, ભલાભાઈ ચૌહાણે કર્યો.

ગામના આગેવાન ટી.પી.રાજપૂતે કહ્યું, ‘જ્યાં જરૃર પડે ગામના વિકાસમાં અમે સરપંચ સાથે..’

આટલી મોટી જગ્યામાં ઝાડને પાણી પીવડાવવા ટપક હોય તો વધુ સારુ એ માટે ટી.પી. રાજપૂત અને ગામના અન્ય આગેવાનોને આગળ આવવા વિનંતી.

લવાણાને આદર્શ ગામ બનાવવાનું સ્વપ્ન તમે સેવ્યું એ સ્વપ્ન અમારી આંખો પણ હવે જોવા માંડી છે..

લાખણી – લવાણાના આ વિસ્તારમાં પાણીની સખત અછત આગામી દિવસોમાં ઊભી થવાની.. અહીંયા બોરના પાણી પણ કસ વગરના આવવા માંડ્યા છે.. આવામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય ઉપરાંત સરકાર પણ નર્મદાના પાણીનો લાભ આ વિસ્તારને આપે તે માટે સૌ સાથે મળીને કોશીશ કરીશું પણ ત્યાં સુધી આપણા હાથમાં વૃક્ષો વાવોને વરસાદ લાવો એ સૂત્રનો આધાર છે. માટે વૃક્ષો વાવીએ ને એને ઉછેરીએ…

ફોટોમાં હીરાભાઈનો આખો પરિવાર જેમણે વૃક્ષોની વાવણી માટે ભારે જહેમત ઉઠાવી.. એમણે ખુબ પ્રેમથી અમને જમાડ્યા..

એ સિવાય સરપંચ અને અન્ય આગેવાનો જેઓએ વૃક્ષોના જતનની જવાબદારી સ્વીકારી છે..

Dedhal village shows awareness towards environment conservation by tree plantation…

Mittal Patel discusses environment conservation with the sarpanch of dedhal village

My daughter just finished writing her first quarter exams. One of the subjects required her to write on the ‘Importance of trees.’

Trees give us wood, help for clouds and bring rain, they emit oxygen into  the air we breathe, they provide us shade, birds build their nest on them…!

There are countless advantages of having trees around, 9-year-old Kiara comprehended these many.

VSSM planted trees in the dedhal village of banaskantha

All of us comprehend the fact that it is impossible to survive without trees, yet we have been felling trees without giving a second thought. The destruction our actions has caused to the environment is beyond comprehension.

To mitigate the situation in the areas we work, VSSM initiated a rainwater harvestingwater conservation and tree plantation campaign with the support from its well-wishing donors and friends.

The support from O2H firm enabled us to plant  1900 trees in Banaskantha’s Dhedhal village of Deesa block.

Bharatbhai, Sarpanch of Dhedhal village is supportive and fervent towards this campaign.

“This is a very noble endeavour,” the elders had expressed when I was in Dhedhal to monitor the plantation process.

VSSM ensures that the trees are cared and nurtured hence, appointing a Vruksha Mitra is non-negotiable.

The government wastelands that are full of wild babool trees need to be cleared and planted with native trees of our land. This mission needs to be picked up at multiple levels. We all need to do out bit to make our home green again.

The images share the glimpses for the above narrative.

મારી દીકરીની હમણાં ત્રી માસીક પરીક્ષા ગઈ એમાં એને વૃક્ષની ઉપયોગીતા વિષે લખવાનું હતું….

એણે લખ્યું, વૃક્ષ લાકડું આપે, વરસાદ લાવવામાં મદદ કરે, ઓકિસજન આપે, છાયડાં આપે અને ઘણા બધા પક્ષીઓનું એ ઘર બને…

આમ તો ઉપયોગ આનાથીયે વધુ છે પણ નવ વર્ષની કિઆરા આટલું સમજી…

ઝાડ વગર જીવન શક્ય નથી એ આપણે સૌ જાણીએ..છતાં આડેધડ એને કાપવાનું થઈ રહ્યું છે.. પર્યાવરણ અસમતુલીત થયું છે..

આવામાં વૃક્ષ ઉછેર અને પાણી બચાવની ઝૂંબેશ VSSM સાથે સંક્ળાયેલા સ્નેહીજનો મારફત હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસાના ઢેઢાલમાં અમે 1900 જટેલા ઝાડ કર્યા છે. ઓટુએચ કંપનીએ એમાં સહયોગ કર્યો છે.

ગામના સરપંચ ભરતભાઈ બહુ ઉત્સાહથી આ કાર્યમાં મદદ કરે છે.

ઢેઢાલ ગઈ ત્યારે ગામના વડીલો પણ વૃક્ષો જોવા આવેલા તે એમને પણ મળવાનું થયું.. એમણે કહ્યું, આ બહુ પુણ્યનું કામ..

અમે વૃક્ષો વાવીએ અને તેને ઉછેરવા વૃક્ષમિત્ર રાખીએ જેથી એ ઝાડની બરાબર કાળજી કરે અને ઝાડ સરસ ઉછરે..

ગામે ગામ સરકારી ખરાબામાં જ્યાં બાવળોના જંગલ થયા છે જ્યાં જમીન બંજર પડી છે ત્યાં સઘન વૃક્ષારોપણની જરૃર છે..

લોકો ઝૂંબેશના રૃપમાં આ કાર્ય હાથ ધરે તેવું ઈચ્છીએ…

લખ્યું એ બધુંયે ફોટોમાં…

#MittalPatel #VSSM #Treeplantation

#Savetree #Treeplantationdrive

#Greenvillage #Greenbanaskantha

#Vilageofgujarat #Environment

#Greenintiative #saveenvironment

VSSM planted trees in the dedhal village of banaskantha
VSSM planted trees in the dedhal village of banaskantha

This monsoon its water, hope and cheer all around.…..

 “Ben, I remember how the young and the old in the village would come together and set out to clean the village lakes on Navoni Agiyaras. As a young boy, I too would be part of the entourage that went to repair the community lakes… these memories are from 30-35 years ago. The times have changed now people want water but do not wish to contribute towards maintaining  the water sources!!”

Dudhwa Water Management site
Dudhwa Water Management site

Bhagwanbhai, Sarpanch of Banaskantha’s Suigaum had mentioned this while we were discussing the water conservation efforts for their village.

The lake got filled up this year because rains have been sufficient in this drought-prone region of Gujarat.

It is impossible to drill borewell in Dudhwa village as the groundwater is saline. If the lakes fill-up the farmers can use the water in farming even after October. Also,  if the lakes fill-up it will prevent the salinity to rise further, the community had shared.

Mittal Patel discusses Water Management with villagers

In this arid and drought-prone region,  farmers await rains more so after the lakes were deepened. Last year there were no rains in the region, the lake of Dudhwa  village remained dry but his year the rain gods have blessed them all, the lakes are brimming with water. In this saline regions, they cannot deepen the lakes instead of we have to widen them. “Ben, this year is going to be bountiful. We shall be able to take two crops.

Dudhwa lake is brimming with rainwater

The regions like Banaskantha that primarily depend on agriculture and dairy it is crucial to implement water conservation works on a wider scale. The simple people of this region survive on minimum needs. One good monsoon every 2-3 years is enough to sustain them for a couple of years.

I am grateful to the well-wishing dear ones of VSSM who have supported our water conservation efforts.

Environment and water conservation are non-negotiables now, it is better we realise the gravity of the emerging situation and act ASAP.

Thank you Rashminbhai  to draw our awareness towards this grave situation and guiding us through this entire initiative, respect your foresightedness to steer this entire effort.

બેન મુ નેનો હતો તાણ નવોણી અગિયારસના દાડે ગોમમોં રેતા નેના મોટા ટૂંકમોં કોમ કરી હક એ બધા તળાવ ગાળવા જતા…

આ તરી પોતરી વરહ પેલાની વાત કરુ સુ. મુયે નેનો હતો તાણ તળાવ ગાળવા જેલો… પણ હવ કળજુગ શરૃ થ્યો. લોકોન્ પોણી તો જોવ પણ તળાવ ગાળવામોં ભાગીદાર નઈ થવું…

બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના દૂધવાગામના સરપંચ ભગવાનભાઈએ એમના ગામમાં VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી ખોદાઈ રહેલું તળાવ ગળાતું હતું તે વખતે આ વાત કરેલી..

આ તળાવ કુદરતની મહેરથી આ વર્ષે એટલે ભરાયું.

દૂધવાગામમાં બોરવેલ શક્ય નથી. પેટાળમાં સાત થી દસ ફૂટે ખારુ પાણી છે. તળાવ ભરાય તો ખેડૂતો નવરાત્રી પછી આ તળાવમાંથી પાણી લઈને ખેતી કરી શકે. વળી તળાવ ભરાય તો જમીનમાં ખારાશ આગળ વધતી અટકે એવું પણ ભગવાનભાઈ અને ગ્રામજનોનું કહેવું છે…

આવા સૂકા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તળાવ ગળાયા પછી મેધાની વાટ અમે બધા જોઈએ પણ એ વરસે મેધો ના પણ પડે.. જેમ દૂધવામાં ગયા વર્ષે વરસાદ જરાય ન આવ્યો. અમારુ ગળાયેલું તળાવ કોરુ ધાક્કોર રહ્યું. પણ આ વર્ષે ખેડૂતોએ કહ્યું બેન લહેર છે. ચોમાસુ અને શિયાળુ બેય પાક સરસ થશે..

આ વિસ્તારમાં તળાવ ઊંડા નથી ગળાતા પણ એને પહોળા ગાળવાના… કારણ પેટાળમાં ખારાશ છે માટે…

આવા વિસ્તારોમાં મહત્તમ પાણીના કામો થાય તે જરૃરી છે. જ્યાં લોકોનો જીવવાનો આધાર માત્ર ખેતી અને પશુપાલન છે..

લોકો બહુ ઓછી જરૃરિયાતો સાથે જીવે છે. બે ત્રણ વર્ષે એક ચોમાસુ સારુ આવી જાય તો બે વર્ષ જીવી જવાય એવું એ લોકો કહે…

આવા આ વિસ્તારમાં મદદરૃપ થનાર પ્રિયજનોનો આભાર માનુ છું…

પાણી અને પર્યાવરણ બેયની ચિંતા કરવી આજના સમયની તાતી જરૃર છે. સમાજ, લોકો આ બાબતે જાગૃત થાય તેમ ઈચ્છીએ…

થેક્યુ રશ્મીનભાઈ તમે આ પાણી બાબતે અમને જગાડ્યા ને અમે આ કરી શક્યા… આપની દુરંદેશીને પ્રણામ…

લખ્યું એ બધુંયે ફોટોમાં..

 

The rains are finally here, although not as much but still better….

Hanuman Lake filled with rainwater

The rains are finally here, although not as much but still better. In Banaskantha and north Gujarat, they are better than the past couple of years but not as much to fill up the newly deepened lakes. The lakes haven’t brimmed up but they aren’t dry either. And to our great joy, some have overflowed.

Hanuman Lake filled with rainwater

We had deepened the  Hanuman lake at Banaskantha’s  Makhaanu lake. The lake has received and contained a good amount of rainwater. Bhanabhai, the Sarpanch of Makhaanu village is a progressive and responsible leader,  so are the villagers.

The communities are eagerly awaiting the rains, hope rain gods hear to their prayers!!

Water Management site

VSSM, with the support of its well-wishers, also initiated tree plantation drive in this village and went on to plant 4000 trees at two areas in the village. A Vruksh-Mitra is appointed to care and nurture the saplings,  while the village leaders will ensure the trees are well looked after.

Mittal Patel addressing the meeting with the villagers

We hope everyone wakes up to the need of the hour to care and protect the environment and conserve water!!

Water Management site
Lake before digging

The images of meetings organised to talk about trees and water with the communities are from the archives!!

મેધરાજાની મહેરા ઉત્તર ગુજરાત એમાંય ખાસ કરીને બનાસકાંઠામાં જોઈએ એવી નથી થઈ છતાં છેલ્લા બે વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો રહ્યો.

તળાવો એકદમ નથી ભરાયા પણ સાવ કોરા ધાકોર પણ નથી રહ્યા..

તો ક્યાંક વળી છલકાયા પણ ખરા…

બનાસકાંઠાના મખાણુનું હનુમાન તળાવ અમે ગાળ્યું… એમાં સરસ પાણી આવ્યું.

ગામલોકોએ સહયોગ પણ સરસ કર્યો. સરપંચ ભાણાભાઈ પણ ખુબ જાગૃત..

લોકો હજુએ મેધાની વાટ જુએ છે.. ઈશ્વર તેમની ઈચ્છા પૂર્ણ કરે..

આ ગામમાં જ અમે 4000 વૃક્ષો ગામની બે જગ્યા પર VSSM સાથે સંક્ળાયેલા સ્નેહીજનની મદદથી વાવ્યા હવે એને ઉછેરીશું… જે માટે પગારદાર માણસ વૃક્ષમિત્ર તરીકે રાખ્યા છે…

દરેક ગામ પાણી અને પર્યાવરણ માટે જાગૃત થાય તે આજના સમયની તાતી જરૃર…

આશા રાખીએ સૌ જાગે..

બાકી તળાવ ગાળ્યા વખતના અને ગામલોકો સાથે પણ આ બાબતે થયેલી બેઠકના ફોટો લખ્યું એ બધું સમજાય એ માટે મૂક્યા..

 

The eager wait for the rains finally comes to an end….

The rain Gods have been generous this year.

“It hardly rains here in Banaskantha, how will the lakes fill up?” was the prompt reply whenever we talked about deepening of lakes with the communities of Banaskantha.

Aakoli lake filled with rainwater
Aakoli lake filled with rainwater

 

However, a good monsoon once in a couple of years is enough to overflow the lakes.

The lakes VSSM excavates and deepens has sand at the bottom hence water percolates easily into the ground, so even if the lakes overflow twice or thrice during the season lakhs of litres of water seeps into the ground.

Aakoli lake filled with rainwater

Along with the regular cleaning and deepening of the lakes, it is important to keep the sources and channels feeding the lakes also be kept clean and unblocked. The farmers have unknowingly blocked the natural streams that flowed into the lakes. Under such circumstances, the lakes fail to brim up even during good monsoons.

Aakoli watermanagement site
Aakoli watermanagement site

I request the informed and aware farmers of the villages to visit the lakes during monsoons and if possible try to unblock and clean the waterways feeding the lakes. It is our responsibility to harvest thousands of litres of water we are receiving for free and without any efforts.

We had deepened the lake of Banaskantha’s Aakoli Thakorwas, it brought immense joy to watch it overflow.

Lake before digging

The lake here had filled up with mud almost to the level of the ground, we excavated 19,875 cubic meters of mud and deepened the lake. The lake has filled up with 1,98,75,000 litres of water, it is still raining and water is percolating into the ground.

It is the consistent hard work of VSSM’s Banaskantha team leader Naran and team members Chirag and Ishwar resulting into such marvellous achievements.

We are grateful to Jewelex Foundation and the Government of Gujarat for the support they have provided for lake deepening efforts.

આખરે મેધરાજાએ મહેર કરી…

બનાસકાંઠામાં તળાવ ગાળવાનું લોકોને કહીએ તો પહેલો પ્રશ્ન કરતા અમારા વિસ્તારમાં જોઈએ એવો વરસાદ ક્યાં પડે છે? તળાવ ભરાશે કેવી રીતે?

પણ બે ત્રણ વર્ષે એક ચોમાસુ એવું સરસ આવે કે આ તળાવો છલોછલ થઈ જાય..

વળી અમે જે તળાવો ગાળીએ એમાં મોટાભાગે નીચે રેત હોય એટલે પાણી જમીનમાં ઝટ ઊતરી જાય. આમ વરસાદી સીઝનમાં ત્રણેક વખતે પણ પાણી ભરાય તો લાખો લીટર પાણી ભૂગર્ભમાં ઊતરે…

તળાવમાં પાણી આવવાના આવરા બરાબર સરખા કરવાની જરૃર છે. ક્યાંક ખેડૂતો એ આવરાને જ બંધ કરી દીધા છે. આમ ન કરવું.. આનાથી તળાવ તપેલી જેવું થઈ જાય એમાં પાણી આવવાના રસ્તા બંધ થઈ જશે અને મેઘરાજાએ કરેલી મહેરનું પરિણામ નહીં મળે..

ચાલુ વરસાદે ગામના જાગૃત ખેડૂતો તળાવની મુલાકાત લે અને જરૃર પડે ટ્રેક્ટરથી પાણીનો આવરો તળાવમાં વાળવાનું કરવા વિનંતી કરીએ છું..

હજારો લીટર પાણી આપણને કશીયે મહેનત વગર મળી રહ્યું છે એ ખાલી વહી ન જાય તે જોવાની જવાબદારી આપણી…

બનાસકાંઠામાં આકોલી ઠાકોરવાસમાં અમે તળાવ ગાળ્યું. જે સરસ ભરાયું.. જોઈને રાજી થવાનું..

અહીંયા તળાવ જેવું કશું હતું જ નહીં. અમે 19,875 સીએમટી માટી આ તળાવમાંથી કાઢી અને તળાવ ઊંડુ કર્યું.આ તળાવમાં અત્યારે 1,98,75,000 લીટર પાણી ભરાયું અને હજુ વરસાદ પડી રહ્યો છે. પાણી જમીનમાં ઊતરી રહ્યું છે…

તળાવના કાર્યોમાં સતત કાર્યશીલ બનાસકાંઠાની અમારી ટીમ અને લીડર કરતા કાર્યકર નારણ, ચીરાગ, ઈશ્વરની સખત મહેનતનું આ પરિણામ

જવેલેક્ષ ફાઉન્ડ઼ેશન અને સરકાર કે જેમણે આ તળાવ ગાળવામાં મદદ કરી તેમનો આભાર માનીએ છીએ..